March 7, 2026

Ahmedabad Match: ઈન્ડિયા-ન્યૂઝીલેન્ડ T-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચને લઈ પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત, 2000 પોલીસ બજાવશે ફરજ

સ્ટેડિયમમાં BDDS અને NDRFની ટીમ તૈનાત રહેશે અને 7 DCP, 10 ACP સહિત 25 પીઆઈ રહેશે હાજર જેમાં 78 PSI, 1470 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રહેશે અને સ્ટેડિયમમાં BDDSની 4, NDRFની 1 ટીમ રહેશે તૈનાત રહેશે, ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી-કર્મીઓ તૈનાત રહેશે, 1 JCP, 3 DCP, 4 ACP, 11 PI, 25 PSI રહેશે હાજર. પોલીસકર્મી, TRB સહિત 700 જવાનો ટ્રાફિક નિયમન કરશે.

ગેટ નંબર 1 થી 100 મીટર આગળ બેરિકેટીંગ કરી દેવાશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને 2000થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. સ્ટેડિયમમાં નજર રાખવા સ્પેશ્યલ કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ૨૭૦ કેમેરાથી સતત મોનિટરિંગ કરાશે. ફાઈનલ મેચમાં વીવીઆઈપી-વિઆઈપી સહિત કુલ ૧ લાખથી વધુ લોકો આવવાના છે. સ્ટેડિયમના ગેટ નંબર ૧ પાસે એન્ટ્રી મેળવવા માટે ધક્કામુક્કી ન થાય તે માટે ગેટ નંબર ૧ થી ૧૦૦ મીટર આગળ બેરિકેટીંગ કરી દેવાશે.

સ્ટેડિયમમાં લગાવેલા 270 કેમેરાથી સતત મોનિટરીંગ કરશે
આ સાથે જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સીથી મોટેરા ગામ સુધીનો આવતો જતો રસ્તો વાહનોની અવર જવર માટે સવારે ૧૦ વાગ્યાથી મોડી રાત્રીના 2 વાગ્યા સુધી બંધ રહેશે. સ્ટેડિયમની આસપાસ આડેધડ રસ્તા પર પાર્કિંગ કરતા હોય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ૧૬ ટ્રાફિક ક્રેન સતત પેટ્રોલિંગ કરીને નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ વાહનોને ટોઈગ કરશે.

Written by

Jay Mehta

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INdian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION