April 25, 2026

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત BJP ચૂંટણી પ્રચાર 2026

કચ્છમાં ભાજપની વિશાળ ચૂંટણી રેલી : કચ્છ-ભુજ ના માધાપરમાં જનસમૂહની હાજરી

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 2026ની ચૂંટણી પ્રચાર અભિયાન અંતર્ગત તા.૨૪ એપ્રિલ ૨૦૨૬ ના કચ્છ-ભુજના માધાપર ગામ મધ્યે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું.

રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. ગામના મુખ્ય માર્ગો પર ઉત્સાહભેર નારા, બેનરો અને પક્ષના ધ્વજ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા. રેલી દરમિયાન પક્ષના આગેવાનો દ્વારા આવનારી ચૂંટણી માટે જનસમર્થન મેળવવા અપીલ કરવામાં આવી.

ભાજપના સ્થાનિક નેતાઓએ પોતાના સંબોધનમાં વિકાસ કાર્યો, યોજનાઓ અને પક્ષની નીતિઓ અંગે જનતાને માહિતગાર કર્યા. તેમણે મતદારોને આવનારી ચૂંટણીમાં પક્ષને બહુમતી અપાવવા અનુરોધ કર્યો.

રેલી દરમિયાન સમગ્ર માહોલ ઉત્સાહભર્યો રહ્યો. કાર્યકરોના નારા, સંગઠિત પ્રદર્શન અને જનસમૂહની હાજરીએ ચૂંટણી પ્રચારને નવી ઊર્જા આપી.

▪️ આ રીતે માધાપર-ભુજમાં યોજાયેલી ભાજપની વિશાળ રેલી કચ્છ જિલ્લામાં ચૂંટણી પ્રચારનું કેન્દ્રબિંદુ બની.

▪️ આમ તો દરેક પક્ષે પોતપોતાની રીતે ચૂંટણી પ્રચાર માટે અલગ અલગ માધ્યમથી ઘણી મહેનત કરી છે પણ હવે જોવું એ રહ્યું કે 28 એપ્રિલ 2026 ના રોજ મત ગણતરીમાં દાવ કોણ અને કયો પક્ષ મારી જાય છે.

Written by

Nirav Patel

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION