LATEST NEWS

નારોલમાં આગનો તાંડવ! ભંગારનાં બે ગોડાઉન આગની ઝપેટમાં, ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ દોડી.

By HITESH S GUMRANI • 2026-11-26 07:10 • 8 views   Share WhatsApp Share Facebook Share X
નારોલમાં આગનો તાંડવ! ભંગારનાં બે ગોડાઉન આગની ઝપેટમાં, ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ દોડી.

ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી

ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ

ભંગારના ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. આગના કારણે કેટલું આર્થિક નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

લોખંડ અને પ્લાસ્ટિકના સામાનમાં આગ ફેલાઈ

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગોડાઉનમાં આગ વિકરાળ બની ચૂકી હતી. ગોડાઉનમાં લોખંડ, પ્લાસ્ટિક અને અન્ય ભંગારના સામાનમાં આગ લાગી હતી. નજીકના અન્ય ગોડાઉન સુધી પણ આગ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આશરે 30થી 35 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ સ્થળ પર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આગના કારણની તપાસ શરૂ

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આગની ઘટનામાં જાનહાનિ કે આર્થિક નુકસાન અંગેની સત્તાવાર વિગતો હજી ઉપલબ્ધ નથી.

##LATEST UPDATE
HITESH S GUMRANI 0 followers