May 4, 2026

સુરત SBI બેંકમાં 50 લાખની લૂંટ મામલે તપાસ ચાલુ, આરોપીઓ ફરાર

સુરતના લંબે હનુમાન રોડ સ્થિત SBI બેંકની વરાછા બ્રાન્ચમાં 27 એપ્રિલ, 2026ના રોજ થયેલી અંદાજિત 50 લાખ રૂપિયાની લૂંટના આરોપીઓને હજુ સુધી પકડી શકાયા નથી. ઘટના બાદ સાત દિવસથી પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાયેલી છે.

પોલીસ તપાસ દરમિયાન કીમ નજીકના કન્યાસી ગામના એક ખેતરમાંથી લૂંટમાં વપરાયેલી ત્રણ બાઇકો બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ બાઇકોમાં સ્પ્લેન્ડર, અપાચે અને પલ્સર સામેલ છે, જેને કબજે લેવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સ્પ્લેન્ડર બાઇક સુરતના વરાછા વિસ્તારમાંથી ચોરી થયેલી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અપાચે બાઇક તેલંગાણાની હોવાનું સામે આવ્યું છે. પલ્સર બાઇકના ચેસિસ નંબર ઘસી નાખવામાં આવ્યા હોવાથી એન્જિન નંબરના આધારે તપાસ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ઓળખ છુપાવવા માટે વાહનોના નંબર પ્લેટ અને ચેસિસ નંબર સાથે ચેડાં કર્યા હોવાની શક્યતા છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની કુલ 8 ટીમો આરોપીઓની શોધખોળમાં લાગેલી છે.

આ મામલે મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં પણ તપાસ વિસ્તરાવવામાં આવી છે. પોલીસ દ્વારા તપાસ આગળ વધી રહી છે અને તમામ ટેક્નિકલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION